Posts

Showing posts from January, 2022

LGBT x CHANDIGARH KARE AASHIQUI(review)

Image
  વિશિષ્ટ વિષય પર ફિલ્મ બનાવા માટે જાણીતા અભિનેતા આયુષ્માન ખુરાનાની ‘ ચંદીગઢ કરે આશિકી ’ ફિલ્મ કમાલની એક અલગ પટકથા છે. રોમાન્સ અને કોમેડી શ્રેણીની આ ફિલ્મ મધ્યાંતર પહેલા અસામાન્ય રૂપ ધારણ કરી લે છે. ફિલ્મ ઉત્તર ભારતના લોકોની જીવનશૈલીની પશ્ચાદભૂમિ ધરાવે છે. દિલ્હી , પંજાબ , હરિયાણા જેવા રાજ્યોમાં કેવા મનુષ્યો રહેતા હોય શકે છે , તેની જાંખી આ ફિલ્મમાં દેખાઈ આવે છે.   એક જ જિમમાં કામ કરતાં મનુ(આયુષ્માન ખુરાના) અને માનવી(વાણી કપૂર) એકબીજાને પ્રેમ કરવા લાગે છે. આગળ જતાં પોતાના જાતીય ભૂતકાળ વિષે ખ્યાલ આવતા બંને વચ્ચે મતભેદ ઊભા થાય છે . આજે પણ આપણો સમાજ સમલૈંગિક( gay - lesbian ) , ટ્રાન્સજેન્ડર અને bisexual જેવી જાતીય શ્રેણીને મનોરોગ , એક પ્રકારનું ટબુ માને છે. આપણાં ત્યાં ઘણી જગ્યાએ તો એવું છે કે જો કોઈ માણસ લાગણીસભર( sentimental) બને , અન્ય પ્રત્યે ખૂલીને સ્નેહ જાહેર કરે તો પણ લોકો તેને ગે અથવા મીઠો કહી દેતા હોય છે.   માટે જ આપણાં દેશમાં લોકો નિરાશા( depression) અને વ્યગ્રતા( anxiety) માં વધારે ઘૂમતા હોય છે. કોઈ શારીરિક હમદર્દી જ નથી દાખવી શકતું. જ્યાં પોતાની પ્ર...